ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ વિઝાગ કાંઠે સબમરીનમાંથી કે.4 3500 કીમીથી રેન્જવાળા મિસાઈલનું સફળ પ્રક્ષેપણ કરતાં ભારતના વ્યુહાત્મક દળોને મોટુ બળ મળ્યું છે. આ બાબત સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અણુશસ્ત્રોએ ટાર્ગેટના તમામ ધ્યેયો સિદ્ધ કર્યા છે.

ત્રણ મીટર ઉંચા મિસાઈલ સાથે એક ટનથી વધુ અણુશસ્ત્ર લઈ જઈ શકાય છે. વળી, સકર્યુલર એરર પ્રોબેબીલીટી (સીઈઈ) ચીનના બેલિસ્ટીક મિસાઈલ કરતાં ઘણી ઓછી છે. માત્ર અમેરિકા, રશિયા અને ચીને 3500 કીમીની રેન્જના સબમરીન લોન્ચડ બેલિસ્ટીક મિસાઈલ છે. આઈએનએસ અરિહંત યુદ્ધજહાજ 700 કીમી રેન્જના બી.02 અણુ મિસાઈલથી સુસજજ છે.

ટોચના સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ આ ટેસ્ટ સાથે ભારત આઈએનએસ અરિહંત વર્ગની અણુ સબમરીનમાં આ બેલીસ્ટીક મિસાઈલ સામેલ કરવાની દિશામાં એક કદમ આગળ વધ્યું છે.

ટોચના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેકીંગ જહાજો મથકે પાછા ફરે એ પછી મિસાઈલ ટેસ્ટના પૂરા પરિણામો જાણવા મળશે અને એ આધારે મિસાઈલ કાર્યરત કર્યા પહેલા વધુ પરીક્ષણની જરૂર છે કે કેમ તેનો નિર્ણય કરાશે.ઉલ્લેખનીય છે કે અવકાશ, ભૂમિ અને દરિયાઈ અણુ યુદ્ધમાં સબમરીન પરથી છોડાતા બેલિસ્ટીક મિસાઈલ અગત્યનો હિસ્સો છે.