વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે વિદેશપ્રવાસેથી પાછા ફરતા મુસાફરોને એરપોર્ટની ડયુટી ફી દુકાનમાંથી આલ્કોહોલની બોટલ અને સિગારેટના પેકની સંખ્યા મર્યાદીત કરવા દરખાસ્ત કરી છે. મંત્રાલયે ડયુટી ચુકવ્યા વગર ગુડસ અને ગિફટની કિંમતમાં કાપ મુકવા પણ ભલામણ કરી છે. હાલમાં આ મર્યાદા 50,000 રૂપિયા છે.

હાલમાં ડયુટી ફી દુકાનમાંથી દારુની બે બોટલ ખરીદ કરી શકાય છે. એ ચેક કરવાનો પ્રસ્તાવ છે, જયારે સિગારેટ-રિસ્કની હાલની સંખ્યા 200માંથી અગાઉ 100 કરાઈ હતી. તે વધુ ઘટાડવા ભલામણ કરવામાં આવી છે. અલબત, આ મામલે આ આખરી નિર્ણય લેવો બાકી છે, પણ પ્રવાસીઓ ડયુટી ફી શોપમાંથી ઓછા ખર્ચે પોતાની પસંદીદા વ્હીસ્કી અથવા સિગારેટ ખરીદી શકતા હોવાથી આ સૂચનની ટીકા થઈ છે.

વાણિજય અને ઉપરાંત પ્રધાન પિયુષ ગોયલે આ હિલચાલને સમર્થન આપતા જણાવ્યું હતું કે એનો હેતુ સિન ગુડની એન્ટ્રીને મર્યાદીત કરવાનો છે. વળી, વૈશ્ર્વિક ધોરણો મુજબ ચાલુ કરવામાં આવ્યું છે. જીએસટીમાં પણ આલ્કોહોલનો સમાવેશ કરાયો નથી અને તમાકુ સિન ગુડસ છે. એક રાષ્ટ્ર તરીકે આપણે આલ્કોહોલની આ વાતને પ્રોત્સાહન આપતા નથી.

રસપ્રદ વાત એ છે કે ભારતીય એરપોર્ટ ઓપરેટરોએ થાઈલેન્ડ, સિંગાપુર અને દુબઈની સમક્ષ દેશના એરપોર્ટસ ડયુટી ફી લિકરની સંખ્યા બે થી વધારી 4 લીટર કરવા માંગણી કરી હતી. ભારતીય પ્રવાસીઓ જે ભારત બહાર ડયુટી ફ્રી માલસામાન ખરીદે તો દેશના એરપોર્ટસ બિઝનેસ ગુમાવે છે. એસોસીએશન ઓફ પ્રાઈવેટ એરપોર્ટ ઓપરેટર્સ (એપીએઓ) એ સરકારને રજુઆત કરે છે કે ભારતમાં લિકર એલાઉન્સ પડોસી દેશો અને એશિયા પ્રશાંત દેશો સમકક્ષ નથી.