US tariff on India import trade war cargo shipping container

નવ જુલાઇની ડેડલાઇન પહેલા કૃષિ પેદાશો પરની ડ્યૂટીને મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચેની સૂચિત ટ્રેડ ડીલમાં અવરોધ ઊભો થયો છે. અમેરિકા તેની કેટલીક કૃષિ પેદાશોની પરની ટેરિફમાં ઘટાડો કરવાની માગણી કરી રહ્યું છે, પરંતુ ભારત સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ચિંતાએ તે માટે સંમત નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે અમેરિકા ઇચ્છે છે કે ભારત મકાઈ અને સોયાબીન જેવી કૃષિ પેદાશો પર ટેરિફ ઘટાડે. જોકે ભારત સરકાર એવા કરાર માટે તૈયાર નથી, જે દેશના 140 કરોડ ગ્રાહકો અને ખેડૂતોને નુકસાન પહોંચાડે. આનાથી બંને દેશો વચ્ચેની વાતચીતમાં અવરોધ ઊભો થયો છે.

જો 9 જુલાઈ સુધીમાં કોઈ કરાર ન થાય તો ભારતીય ઉદ્યોગોને અમેરિકામાં 26% સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે, કારણ કે નવ જુલાઇએ ટ્રમ્પની ટેરિફ પરના 90 દિવસના વિરામની મુદત પૂરી થાય છે.

વાટાઘાટોની શરૂઆતમાં, સરકાર ભારત કાપડ, ચામડાની ચીજવસ્તુઓ, ફાર્માસ્યુટિકલ્સ તેમજ કેટલાક એન્જિનિયરિંગ માલ અને ઓટો પાર્ટ્સનો માટે અમેરિકામાં ઝીરો ડ્યૂટીની આશા રાખતી હતી. જોકે અમેરિકન વાર્તાકારોએ સંકેત આપ્યો છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર તાત્કાલિક શૂન્ય ટેરિફ કરી શકે નહીં. ભારત કોઈ પણ સંજોગોમાં સોદો થયા પછી ભવિષ્યમાં ટેરિફ કાર્યવાહીથી મુક્તિની પણ માગણી કરી હતી.


Warning: A non-numeric value encountered in /home2/aj123/public_html/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 308

LEAVE A REPLY