દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયતના ભાગરૂપે ભારતમાં કોવિડ-19 વિરોધી રસીના આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો આજે 11.72 કરોડથી વધારે થઇ ગયો છે.
શુક્રવારે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 17,37,539 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 11,72,23,509 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 90,82,999 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 56,34,634 HCWsએ બીજો ડોઝ લીધો છે, 1,02,93,524 FLWs (પ્રથમ ડોઝ) અને 51,52,891 FLWs (બીજો ડોઝ) છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 4,42,30,842 એ પ્રથમ ડોઝ, 30,97,961 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 3,87,41,890 પ્રથમ ડોઝ અને 9,88,768 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.
દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 59.63% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 27 લાખથી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીઓની સંખ્યા 2,17,353 છે.
મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ આ દસ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડના નવા સંક્રમિત થતા દર્દીઓની સંખ્યામાં એકધારી વૃદ્ધિ જોવા મળી રહી છે. એક દિવસમાં નવા નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 79.10% દર્દીઓ આ દસ રાજ્યોમાંથી છે.
દેશભરમાં એક દિવસમાં સૌથી વધુ 61,695 નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં નવા 22,339 કેસ જ્યારે દિલ્હીમાં નવા 16,699 કેસ પોઝિટીવ નોંધાયા છે. 16 રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાઇ રહેલા કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
ભારતમાં કુલ સાજા થઇ ગયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 1,25,47,866 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 87.80% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 1,18,302 દર્દીઓ સાજા થયા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1,185 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. દૈનિક ધોરણે નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 85.40% દર્દીઓ દસ રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે મહત્તમ મૃત્યુઆંક (349) નોંધાયો છે. તે પછીના ક્રમે, છત્તીસગઢમાં એક દિવસમાં વધુ 135 દર્દીના મૃત્યુ થયા છે.
દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ, મણીપુર, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે.