ભારતમાં અત્યારે લગ્નની સીઝન છે. 1 નવેમ્બરથી શરૂ થયેલી આ સીઝન 14 ડિસેમ્બર સુધી ચાલશે અને તેમાં કુલ 46 લાખ લગ્ન યોજાવાનો અંદાજ છે. આ નાના સમયગાળામાં થનારા આ લગ્નોથી દેશભરમાં લગભગ 6.5 લાખ કરોડ રૂપિયાના વ્યવહાર થવાની અપેક્ષા છે, એમ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે (CAIT) જણાવ્યું છે. લગ્ન ઉદ્યોગમાં આવનાર આ રકમ હોટેલ્સ, બેન્ક્વેટ હોલ્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ, ડેકોરેશન ટીમ અને ફૂડ કેટરિંગ સર્વિસ વગેરેમાં તેજી જોવા મળી રહી છે. મોટાભાગના હોટેલ્સ અને બેન્ક્વેટ હોલ્સ આખી સીઝન માટે સંપૂર્ણપણે બુક છે. ડેકોરેશન પરનો ખર્ચ સૌથી વધુ વધ્યો છે. લગ્ન કરનારા પરિવારો ખાસ થીમ ડેકોર, લાઇટિંગ અને ફૂલોથી સજાવટ પર પહેલા કરતાં અનેક ગણી વધુ ખર્ચ કરી રહ્યા છે.

ફક્ત દિલ્હીમાં જ 1.8 લાખ કરોડ રૂપિયાની લગ્ન ખરીદી અને વેડિંગ ખર્ચ થવાનો અંદાજ છે. એટલે કે દેશના કુલ લગ્ન ખર્ચનો લગભગ 30 ટકા હિસ્સો માત્ર દિલ્હીનો રહેશે. અહીંના પરિવારો ડેકોરેશન પછી સૌથી વધુ ખર્ચ ભોજન પર કરી રહ્યા છે. ખાસ કરીને વિદેશી ફ્રૂટ્સ અને પ્રીમિયમ વેજિટેબલ્સની ભારે માગ છે. હેલ્ધી ફૂડ અને સ્પેશિયલ મેન્યુ હવે દરેક લગ્નની પ્રથમ પસંદગી બની રહ્યાં છે. આ ઉપરાંત કપડાંની દુકાનોથી લઈ જ્વેલરી શોરૂમ સુધી ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.

LEAVE A REPLY