ભારતનું ફોરેક્સ રીઝર્વ 14 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 5.543 બિલિયન ડોલર વધીને 692.576 બિલિયન ડોલર થયું હતું. રીઝર્વ બેન્કે શુક્રવારે આ ડેટા જાહેર કર્યા હતા. ગોલ્ડ રીઝર્વના મૂલ્યમાં નોંધપાત્ર વધારાને કારણે રીઝર્વ વધ્યું હતું. અગાઉના સપ્તાહે વિદેશી હુંડિયામણ 2.699 બિલિયન ડોલર ઘટીને 687.034 બિલિયન ડોલર થયું હતું. 14 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 15.2 કરોડ ડોલર વધીને 562.29 બિલિયન ડોલર થઈ હતી. ગોલ્ડ રીઝર્વ 5.327 બિલિયન ડોલર વધીને 106.857 બિલિયન ડોલર થયું હતું. IMF સમક્ષ ભારતનું રીઝર્વ 80 કરોડ ડોલર વધીને 4.779 બિલિયન ડોલર થયું હતું.













