REUTERS/Adnan Abidi

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ભારતનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે. બીજી સેમીફાઈનલમાં ગુરુવારે ઈડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારત અને ન્યૂઝીલેન્ડની સેમીફાઇનલ બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ ઇંગ્લેન્ડ સામે 6.4 ઓવરમાં 338 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવામાં નિષ્ફળ રહ્યા બાદ વર્લ્ડ કપ 2023માંથી સત્તાવાર રીતે બહાર ફેંકાઈ ગઈ હતા. આ પછી સેમિ-ફાઇનલ લાઇન-અપની પુષ્ટિ થઈ હતી. 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં, ભારત સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું. જો કે, આ વખતે તમામ ખેલાડીઓ ફોર્મમાં હોવાને કારણે ભારતને વધુ મજબૂતી સ્થિતિમાં જોવા મળે છે. ભારત વર્લ્ડકપમાં હજુ એકપણ મેચ હાર્યું નથી.

ભારત સતત બીજી વખત ODI વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ચાર વર્ષ પહેલાં માન્ચેસ્ટરમાં વરસાદથી પ્રભાવિત મેચમાં કિવીનો વિજય થયો હતો. ચાલુ વિશ્વકપમાં ભારતે ગયા મહિને ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડની ટીમને 4 વિકેટથી હરાવ્યું હતું. ટીમના કેપ્ટનની  વાપસી સાથે, કિવીઓ નિઃશંકપણે 2011ના વિશ્વકપ પછી પ્રથમ વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાની ભારતની આશાઓ માટે મજબૂત ખતરો ઉભો કરશે.

LEAVE A REPLY

twelve + 9 =