(ANI Photo/Rahul Singh)

ક્રિકેટ વિશ્વની કપની અફઘાનિસ્તાન સામેની મેચમાં બુધવારે ભારતનો આઠ વિકેટે શાનદાર વિજય થયો હતો. અફઘાનિસ્તાની ટીમે ટોસ જીતીને બેટીંગ લેવાનો નિર્ણય કર્યો હતો અને ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં ભારત તરફથી રોહિત શર્માએ 131 રનની ઇનિંગ રમી અને વિરાટ કોહલીએ પણ ફિફ્ટી ફટકારી હતી અને સરળતાથી મેચ જીતી લીધી હતા. રોહિત શર્માએ 84 બોલમાં 131 રન ફટકારીને વિશ્વમા કપમાં સૌથી વધુ સદી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન શાહિદીએ 80 રનની ઇનિંગ ધમાકેદાર ઇનિંગ રમી અને ઓમરઝાઇએ પણ 62 રનની ઇનિંગ સાથે એક સારો ટાર્ગેટ આપ્યો હતો. જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાને બે વિકેટ ઝડપી હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ 56 બોલમાં 55 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને 8 વિકેટે જીત અપાવી હતી.

અફઘાનિસ્તાનની ટીમના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને પહેલા બોલીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

LEAVE A REPLY

14 + nineteen =