બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 19 જાન્યુઆરીએ રમાયેલી ત્રીજી અને અંતિમ ક્રિકેટ વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે 7 વિકેટે વિજય મેળવતા આ વન-ડે સીરીઝ ભારતે 2-1થી કબ્જે કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટે 286 રન કર્યા છે. ભારતે 287 રનનો લક્ષ્યાંક 47.3 ઓવરમાં જ પૂર્ણ કર્યો હતો.
જેમાં સ્ટીવ સ્મિથે 132 બોલમાં 14 ફોર અને 1 સિક્સની મદદથી 131 રન કર્યા હતા. જ્યારે માર્નસ લબુશેને 54 રન કર્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ, જ્યારે કુલદીપ યાદવ
અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ લીધી હતી.
આ સિવાય ભારત તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિર્ણાયક રન કર્યાં. રોહિત શર્માએ કારરિર્દીની 29મી સદી ફટકારતા 128 બોલમાં 8 ફોર અને 6 સિક્સની મદદથી 119 રન કર્યા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ 57મી અડધી સદી કરી હતી.
તેણે 91 બોલમાં 8 ફોરની મદદથી 89 રન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સીરિઝની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ
10 વિકેટથી જીતી હતી. પછી રાજકોટમાં રમાયેલી બીજી વન-ડેમાં ભારતે 36 રને વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ
ભારતના પૂર્વ ઓલરાઉન્ડર બાપુ નાડકર્ણી(1933-2020)ના સમ્માનમાં ખેલાડીઓ બ્લેક આર્મ બેન્ડ્સ પહેરીને રમી રહ્યા છે. તેમનું 17 જાન્યુઆરીના રોજ મુંબઈમાં 86 વર્ષની વયે અવસાન થયું હતું.