California Assembly Election
(istockphoto.com)

ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી લીડર અને ડેમોક્રેટ દર્શન પટેલે 2024માં કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી ડિસ્ટ્રિક્ટ 76 માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 48 વર્ષીય પટેલે જણાવ્યું હતું કે તે કેલિફોર્નિયાના પોવે યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ બોર્ડના પ્રમુખ તરીકે ત્રીજી ટર્મ માટે ઊભા નહીં રહે.

સાન ડિએગોના નિવાસી દર્શના પટેલની કેમ્પેઇનનેભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્ના તરફથી પ્રારંભિક સમર્થન મળ્યું છે. પોતાની કેમ્પેઇન ચાલુ કરતાં તેમણે જણાવ્યું હતું કે “અમેરિકન ડ્રીમને સાકાર કરવા માટે સંઘર્ષ કરનારા ઇમિગ્રન્ટ્સની પુત્રી તરીકે હું જાણું છું કે પરિવારોએ મુશ્કેલ સમયમાં કેવા પડકારાનો સામનો કરવો પડે. હું સ્ટેટ એસેમ્બલીના સંચાલનનો દાવો રજૂ કરી રહી છું. કારણ કે હું દરેક વ્યક્તિને સફળ થવાની અને આગળ વધવાની તક આપવા માંગું છું. જેમાં હું એક વૈજ્ઞાનિક, સ્કૂલ બોર્ડના ચૂંટાયેલા સભ્ય અને સમાજના લીડર તરીકે મારા અનુભવનો ઉપયોગ કરી શકીશ.

દર્શના પટેલ મૂળ ગુજરાતી મહિલા રિસર્ચ વિજ્ઞાની છે. ૨૦૨૪ પછી બ્રાયન મેઇન્સચેનની મુદત પૂરી થતી હોવાને કારણે ૪૮ વર્ષની વયના પટેલે નોર્થ કાઉન્ટીની બેઠક માટે દાવો કર્યો છે.

નાણાકીય ગેરવહીવટને કારણે ડિસ્ટ્રિક્ટ મુશ્કેલી અનુભવી રહ્યું હતું ત્યારે પટેલ પોવે યુનિફાઇડ બોર્ડમાં ચૂંટાયા હતા. ૨૦૨૦માં તે ફરી ચુંટાયા હતા. શાળાના બોર્ડમાં તેમના કામ ઉપરાંત પટેલે કેલિફોર્નિયા કમિશન ઓન એશિયન પેસિફિક આઇલેન્ડર અમેરિકન અફેર્સમાં સેવા કરી હતી. ઉપરાંત, તેમણે સેન ડિયેગો કાઉન્ટી સ્કૂલ બોર્ડ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે પણ ફરજ બજાવી હતી. તે અગાઉ રેન્ચો પેનાસ્કિટોસ પ્લાનિંગ બોર્ડ, રેન્ચો પેનાસ્ક્વિટોસ ટાઉન કાઉન્સિલ, પાર્ક વિલેજ એલિમેન્ટ્રી સ્કૂલ પીટીએ સહિતની સંસ્થાઓમાં એક્ઝિક્યુટિવ હોદ્દા પર રહી ચૂક્યા છે. પટેલ, તેમના પતિ અને તેમની ત્રણ પુત્રીઓ સેન ડિયેગોમાં રહે છે. તેમણે ઓક્સિડેન્ટલ કોલેજમાં બાયોકેમિસ્ટ્રીમાં બીએ અને ઇરવિનની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ખાતે બાયોફિઝિક્સમાં પીએચડી કર્યું હતું.

LEAVE A REPLY

nineteen + five =