Air India will recruit more than 1,000 pilots

સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તેમને પીરસવામાં આવેલા ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરી કર્યા પછી બીજા એક પેસેન્જરે આવી ફરિયાદ કરી છે. મહાવીર જૈન નામના પેસેન્જરે મુંબઈથી ચેન્નાઈ જતી ફ્લાઈટમાં લીધેલો ચોંકાવનારો વીડિયો ટ્વીટ કર્યો હતો. જૈને ટ્વિટર પર એર ઈન્ડિયાના બિઝનેસ ક્લાસમાં તેમને પીરસવામાં આવેલા ભોજનની ઝલક શેર કરી હતી. ક્લિપમાં એક જંતુ દેખાય છે જે ખોરાકની અડધી ખાધેલી પ્લેટમાંથી પસાર થાય છે.

એરલાઈને જૈનની ફરિયાદનો તરત જ જવાબ આપ્યો હતો, જોકે નેટીઝન્સે ભોજનમાં અનિચ્છનીય સામગ્રી કિસ્સાઓ પર રોષ ઠાલવ્યો હતો. એર ઇન્ડિયાએ ટ્વીટ કર્યું હતું કે “પ્રિય શ્રી જૈન, અમારી ફ્લાઇટમાં તમને જે અનુભવ થયો તેનાથી અમે અમે દિલગીર છીએ. અમે પ્રક્રિયાના દરેક તબક્કે સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનાં પગલાંનું સખતપણે પાલન કરીએ છીએ.”

અગાઉ સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે ફૂડ પ્લેટનો ફોટો પોસ્ટ કરીને પૂછ્યું કે ભારતના લોકોએ નાશ્તામાં આવું ખાવું જોઈએ? આનો જવાબ આપતા એર ઇન્ડિયાએ લખ્યું, ”સર, તમારો પ્રતિસાદ અમારા માટે સર્વોપરી છે. અમે અમારી સેવાઓને સતત અપગ્રેડ કરી રહ્યા છીએ અને આવતીકાલથી આ ક્ષેત્રને અમારા ભાગીદારો Taj Sats અને એમ્બેસેડર દ્વારા પૂરી પાડવામાં આવશે. વિશ્વાસ રાખો કે આગળ જતા તમને ફૂડ ઓનબોર્ડ સાથે વધુ સારો અનુભવ મળશે!”

LEAVE A REPLY

3 + 9 =