પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયન અમેરિકન અશોક મિશેલ પિન્ટોની નિમણૂંક ઈન્ટરનેશનલ બેંક ફોર રીકન્સ્ટ્રકશન એન્ડ ડેવલપમેન્ટ (આઈબીઆરડી)ના પ્રતિનિધિ તરીકે કરી છે. તેઓ આઈબીઆરડીના બે વર્ષ માટે ઓલ્ટરનેટ એક્ઝિક્યુટિવ ડાયરેકટર બન્યા છે. જો દેશની સેનેટ મંજૂરી આપશે તો અશોક મિશેલ પિન્ટો હોદ્દાનું રાજીનામુ આપનાર એરિક બેથેલનું સ્થાન લેશે.પિન્ટો હાલમાં યુનાઈટેડ સ્ટેટસ્ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરિ ખાતે ઈન્ટરનેશનલ એફેર્સ માટેના અન્ડર સેક્રેટરીના કાઉન્સેલર તરીકે ફરજ બજાવે છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી બી.એ.નું શિક્ષણ, જ્યારે યુનિવર્સિટી ઓફ ઇલિનોઈસ કોલેજ ઓફ લો ખાતેથી જેડીની પદવી મેળવનાર પિન્ટો જનરલ કાઉન્સલ એટ ટ્રેઝરીના કાઉન્સેલર રહી ચૂક્યા છે. ટ્રમ્પે પિન્ટોની નિમણૂંક બાબતની પ્રાથમિક ઘોષણા ગઈ તા.૯ એપ્રિલે કરી હતી.