ઈરાનની એક એરલાઈન્સે પ્રતિબંધ છતા અનેક દેશોમાં પોતાની સેવા ચાલુ રાખી હોવાનું સામે આવ્યું છે. એક અહેવાલ પ્રમાણે તે દરમિયાન સંક્રમિત દર્દીઓને પણ વિમાનમાં મુસાફરી કરવા દેવામાં આવી હતી. ઈરાને 31મી જાન્યુઆરીના રોજ ચીન જવા પર અથવા તો ચીનથી પરત આવવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. પરંતુ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે સંકળાયેલી ખાનગી એરલાઈન ‘મહાન એર’એ તેના અનેક સપ્તાહ બાદ સુધી પોતાની સેવા ચાલુ રાખી હતી. આ દરમિયાન મહાન એરના વિમાન ચીન અને અન્ય દેશોમાં ઉડાન ભરતા રહ્યા હતા. એરલાઈન્સે પ્રતિબંધ બાદ ફ્લાઈટ સેવાઓ ચાલુ રાખવા અંગે જુઠાણાનો સહારો લીધો હતો.