કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉનની પ્રતિકૂળ અસર કાયદા વ્યવસ્થા પર પણ જણાય છે. 23 માર્ચથી જ સુપ્રીમ કોર્ટે તેના દરવાજા બંધ કરી દીધા હતા અને ઓનલાઇન માધ્યમથી અત્યંત જરુરી કેસોની સુનાવણી કરવાનો રસ્તો ખુલ્લો રાખ્યો હતો. કોર્ટ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ 23 માર્ચથી 24 એપ્રિલ વચ્ચે 17 ચાલુ દિવસમાં કુલ 593 કેસોની સુનાવણી કરવામાં આવી હતી.

જ્યારે 24 એપ્રિલ સુધી 84 પુર્નવિચાર અરજીઓને સ્થગિત રાખવામાં આવી હતી. કોર્ટ દ્વારા અપાયેલી માહિતીમાં કહેવામાં આવ્યુ હતુ કે, 87 બેન્ચોમાંથી 34એ મુખ્ય કેસોની સુનવણી કરી જ્યારે 53એ પુર્નવિચાર અરજીઓ પર નિર્ણય આપ્યા. લોકડાઉન દરમિયાન 390 મુખ્ય કેસોની સુનાવણી પણ કરવામાં આવી. આ દરમિયાન 215 કેસોમાં ચુકાદો આપવામાં આવ્યો જેમાંથી 174 સંબધિત કેસો હતા. વિડીયો કોન્ફરન્સિગ થકી ઘરેથી જ સુનવણી કરી રહેલા જજોને તેમના આવાસ પર 100 એમબીપીએસ સ્પીડ સાથે ઇન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ કરાયુ હતું, જ્યાર વકીલો સુનવણી દરમિયાન મોબાઇલ કે ટેબલેટનો ઉપયોગ કર્યો હતો.