ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્ઝિઓમ અને બીજા ત્રણ અવકાશયાત્રીઓ એક્ઝિઓમ મિશન-4 હેઠળ આશરે 28 કલાકની લાંબી સફર પછી ગુરુવાર, 26 જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યાં હતાં. (Axiom Space/YT via PTI)

ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લ એક્ઝિઓમ અને બીજા ત્રણ અવકાશયાત્રીઓ એક્ઝિઓમ મિશન-4 હેઠળ આશરે 28 કલાકની લાંબી સફર પછી ગુરુવાર, 26 જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યાં હતાં. ડ્રેગન અવકાશયાનનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સફળતાપૂર્વક ડોકિંગ થયા પછી સ્પેસ સ્ટેશન પર રહેલા બીજા સાત અવકાશયાત્રીઓએ આ નવા મહેમાનું ભેટીને અને હાથ મિલાવીને સ્વાગત કર્યું હતું અને તેમને વેલકમ ડ્રિન્ક આપ્યું હતું.

ISS પર પહોંચનારા શુભાંશુ શુક્લ ભારતના પ્રથમ અવકાશયાત્રી છે. આ ચારેય અવકાશયાત્રીઓ 14 દિવસ સ્પેસ સ્ટેશનમાં રહીને વિવિધ પ્રયોગો કરશે. આજથી 41 વર્ષ અગાઉ 3 એપ્રિલ 1984ના રોજ કેપ્ટન રાકેશ શર્માએ અંતરીક્ષમાં પહોંચીને એક ઇતિહાસ રચ્યો હતો.

ડ્રેગન સિરિઝનું ગ્રેસ નામનું નવું અવકાશયાન ઉત્તર એટલાન્ટિક મહાસાગર ઉપર ભારતીય સમય મુજબ સાંજે 4:01 વાગ્યે સ્પેસ સ્ટેશનના હાર્મની મોડ્યુલ સાથે જોડાયું હતું. તેને સંદેશાવ્યવહાર, પાવર લિંક્સ અને સ્પેશર સ્ટેબિલાઇઝન હાંસલ કરતાં બીજા આશરે બે કલાક લાગ્યાં હતાં.

બુધવારે, 25 જૂને 12.01 કલાકે ફ્લોરિડાથી લોન્ચ થયા પછી 28 કલાકથી વધુની મુસાફરી પછી, ડ્રેગન અવકાશયાન સ્પેસ સ્ટેશન સાથે સંપર્ક માટેની તૈયારી કરવા માટે ધીમી ગતિએ આગળ વધ્યું હતું. ભારતીય એરફોર્સના ટેસ્ટ પાઇલટ શુક્લ અવકાશમાં પહોંચેલા બીજા ભારતીય છે. અગાઉ 1984માં રાકેશ શર્મા આઠ દિવસ અવકાશમાં રહ્યાં હતાં.

નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી અને એક્સિઓમ સ્પેસના હ્યુમન સ્પેસફ્લાઇટના ડાયરેક્ટર પેગી વ્હિટસન આ મિશનનું નેતૃત્વ કરી રહ્યાં છે, જ્યારે શુક્લ પાઇલટ તરીકે સેવા આપી રહ્યાં છે. બીજા બે મિશન નિષ્ણાતો પોલેન્ડના સ્લાવોઝ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુ છે. શુભાંશુ ભારતના ભવિષ્યના મિશન ગગનયાન માટે સ્પેશ સ્ટેશન ઉપર રહી કેટલાક પ્રયોગો કરવાના છે.

નિર્ધારિત પ્રયોગો શરૂ કરતાં પહેલા શુભાંશુએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચિત કરી હતી અને પોતે અવકાશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ અત્યંત ખુશ હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY