નોર્થ વેસ્ટ લંડનના હેરો ઓન ધ હિલ સ્થિત ઐતિહાસિક સેન્ટ મેરી ચર્ચમાં હેરોના મેયર, કાઉન્સિલર અંજના પટેલના અધ્યક્ષપદે યોજાયેલ હેરોની એન્યુઅલ સિવિક સર્વિસમાં સેવા, શ્રદ્ધા, એકતા અને પરંપરાની ઉજવણી કરવામાં આવી હતી. લંડન બરોના હેરોના માનદ એલ્ડરમેન, કાઉન્સિલરો અને બર્ગેસીસની હાજરીમાં મહારાજાના પ્રતિનિધિ, ડેપ્યુટી લેફ્ટનન્ટ શ્રી સાઇમન ઓવેન્સ, ડીએલ દ્વારા તેને ગ્રેસ કરવામાં આવ્યું હતું.

સમારોહનું સંચાલન સેન્ટ મેરીના એસોસિયેટ પ્રિસ્ટ, રેવરન્ડ ગ્રેહામ ડેલ અને મેયરના ચેપ્લીન શ્રી તિલક પારેખ દ્વારા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યું હતું. પૂ. રાજરાજેશ્વર ગુરુજી, સમણી મલય પ્રજ્ઞા જી, સમણી નીતિ પ્રજ્ઞા જી અને હેરો ઇન્ટરફેથના સભ્યો  ઉપસ્થિત રહ્યા હતા.

બાઇબલ સોસાયટીના હેરો ગ્રુપે મેયરને પવિત્ર બાઇબલની એક નકલ ભેટ આપી હતી. મેયર અંજના પટેલે સેન્ટ મેરી ચર્ચને પવિત્ર હિન્દુ ગ્રંથો, સત્સંગ દીક્ષા અને શ્રીમદ ભગવદ ગીતા ભેટમાં આપ્યા હતા જેનો ચર્ચના પીસ ચેપલમાં ઉપયોગ થશે.

તિલક પારેખે ઉપનિષદો અને સત્સંગ દીક્ષાનું વાંચન કર્યું હતું.

આ સર્વિસનું શાંતિ માટે સાર્વત્રિક પ્રાર્થના, સ્તોત્રો, ગીત, આશીર્વાદ અને રાષ્ટ્રગીત સાથે સમાપન થયું હતું.

LEAVE A REPLY