ભારતનાં નાણા પ્રધાન નિર્મલા સીતારમને જાહેરાત કરી હતી કે, ભારતીય કંપનીઓ હવે ટૂંક સમયમાં વિદેશી શેરબજાર અને ગાંધીનગરસ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (આઇએફએસસી) પર સીધું લિસ્ટિંગ મેળવી શકશે. ભારતીય કંપનીઓ દ્વારા સિક્યોરિટીઝની સીધી યાદી હવે વિદેશી અધિકારક્ષેત્રોમાં માન્ય રહેશે.

સરકારે આઇએફએસસી એક્સચેન્જો પર લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓની સીધી સૂચિને સક્ષમ કરવાનો નિર્ણય લીધો છે. આ એક મોટું પગલું છે. કંપનીઓને તેનાથી વૈશ્ર્વિક મૂડી સુધી પહોંચવામાં અને વધુ સારા મૂલ્યાંકનની સુવિધા મળશે. ભારતીય કંપનીઓના સીધા વિદેશી લિસ્ટિંગ માટેના નિયમો થોડા અઠવાડિયામાં જાહેર કરાશે. શરૂઆતમાં ભારતીય કંપનીઓને આઇએફસીએસ પર સૂચિબદ્ધ કરવાની મંજૂરી મળશે અને પછીથી તેમને સાત-આઠ વિદેશી અધિકારક્ષેત્રોમાં મંજૂરી આપવામાં આવશે.

અત્યારે, સ્થાનિક રીતે લિસ્ટેડ કંપનીઓ દ્વારા વિદેશી લિસ્ટિંગ અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ્સ (એડીઆર) અને ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સ (જીડીઆર) દ્વારા કરવામાં આવે છે, જે ઈન્ફોસિસ અને વિપ્રો જેવી કંપનીઓએ કરી છે. નવી નીતિ એક બિલિયન ડોલર કરતાં વધુ મૂલ્ય ધરાવતાં યુનિકોર્ન અથવા સ્ટાર્ટઅપ્સ માટે અને જે કેકેઆર, ગૂગલ અને ફેસબુક જેવા રોકાણકારો પાસેથી ૨૦ બિલિયન ડોલરથી વધુ એકત્ર કર્યા પછી યુએસ લિસ્ટિંગ પર નજર રાખનારા રીલાયન્સ ગ્રુપના ડિજિટલ યુનિટ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. અગાઉ જણાવાયું હતું કે સરકાર શરૂઆતમાં યુકે, કેનેડા, સ્વિટ્ઝર્લેન્ડ અને અમેરિકા સહિત સાત દેશોમાં ફોરેન લિસ્ટિંગને મંજૂરી આપવાનું વિચારી રહી છે.

LEAVE A REPLY

18 + ten =