કોરોનાના નવા સાઉથ આફ્રિકન વેરિઅન્ટ- એમિક્રોનનું જોખમ વિશ્વભરમાં વધ્યું હોવા છતાં ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા જશે તેમ બીસીસીઆઇ દ્વારા જણાવાયું છે.
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે આ અંગે જણાવ્યું હતું કે, ભારતની ટીમ સાઉથ આફ્રિકામાં શરૂઆતમાં ત્રણ ટેસ્ટ અને ત્રણ વન ડે મેચ રમશે પછી ચાર ટી 20 મેચ રમશે. અગાઉ એવી વાતો હતી કે, નવા વેરિઅન્ટના જોખમને કારણે આ પ્રવાસ રદ્ થશે પરંતુ બોર્ડે તેની મંજૂરી આપી છે, જોકે તેની તારીખો જાહેર થઇ નથી. મૂળ કાર્યક્રમ પ્રમાણે પ્રથમ ટેસ્ટ 17 ડિસેમ્બરથી રમાવાની છે. હવે તેમની વચ્ચે માત્ર ત્રણ ટેસ્ટ અને ત્રણ વન ડે રમશે. આ અંગે બોર્ડે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડને માહિતી આપી છે.
માનવામાં આવે છે કે, આ પ્રવાસ સાત દિવસ પછી થશે અને પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરુ થઈ શકે છે. હવે ક્રિકેટના ચાહકોની નજર બોર્ડ દ્વારા તારીખની જાહેરાત પર અટકી છે.