ફિલાડેલ્ફિયાથી માયામી જતી ફ્લાઇટ દરમિયાન તેના સહ-મુસાફર પર હુમલો કરવાના આરોપમાં ભારતીય મૂળના એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. વાયરલ થયેલા એક વીડિયોમાં દેખાય છે કે 30 જૂનના રોજ ફ્રન્ટિયર એરલાઇન્સનીફ્લાઇટમાં નેવાર્કના રહેવાસી 21 વર્ષીય ઇશાન શર્મા અને કીનુ ઇવાન્સ વચ્ચે ઝઘડો થાય છે.

શર્મા અને ઇવાન્સ એકબીજાનું ગળું પકડવાનો પ્રયાસ કરતા દેખાય છે અને સાથી મુસાફરો તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

ઇવાન્સે પોલીસને જણાવ્યું હતું કે તેના પર કોઈપણ ઉશ્કેરણી વગર હુમલો કરાયો હતો. શર્મા કથિત રીતે “તેની પાસે આવ્યો હતો અને તેની સોંપેલી સીટ પર પાછા ફરતી વખતે તેની ગરદન પકડી લીધી હતી. શર્માએ કહ્યું હતું કે જો તું મને પડકારીશ, તો તારું મૃત્યુ થશેય

વિમાનના લેન્ડિંગ વખતે શર્માને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. મંગળવારે કોર્ટમાં શર્માના વકીલે દાવો કર્યો હતો કે આ ઘટના એટલા માટે શરૂ થઈ કારણ કે તે ધ્યાન કરી રહ્યા હતાં. મારો ક્લાયન્ટ ધ્યાન કરી રહ્યો હતો. કમનસીબે, તેની પાછળ બેઠેલા મુસાફરને તે ગમ્યું નહીં અને વિવાદ ચાલું થયો હતો.

LEAVE A REPLY