ડોલર સામે શુક્રવારે રૂપિયો નબળો પડ્યો હતો અને તે 93 પૈસા તૂટીને 89.61ના નવા તળિયે પહોંચ્યો હતો. ડોલર ઇન્ડેક્સમાં સુધારાની સાથે ટેરિફ અંગેની ચિંતા અને એશિયન કરન્સીમાં નબળાઇને પગલે અમેરિકન ડોલર સામે રૂપિયો એક જ દિવસમાં 93 પૈસા તૂટી 89.61ની રેકોર્ડ નીચલી સપાટીએ બંધ રહ્યો હતો. આ વર્ષમાં રૂપિયામાં ડોલર સામેનું 93 પૈસાનું ધોવાણ સૌથી મોટું રહ્યું હોવાનું ફોરેક્સ માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકા દ્વારા ટેરિફ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નહીં હોવાથી અને લાદવામાં આવેલી વધારાની 25 ટકા ડ્યૂટી કેટલી ઘટશે એની અસમજંસને કારણે ફોરેક્સ માર્કેટમાં નબળાઈ જોવા મળી હતી.રૂપિયાની નબળાઇને કારણે જો એફપીઆઈ શેરબજારમાં વધુ વેચવાલી કરશે તો કરન્સી પર દબાણ વધશે એમ એનાલિસ્ટોનું માનવું હતું. આમ આગલા દિવસ સામે 93 પૈસા નરમ રહેતાં છેલ્લા બે દિવસમાં 113 પૈસા તૂટ્યો હતો. અગાઉ ડોલર સામે રુપિયો 30 સપ્ટેમ્બર 2025એ સૌથી નીચલા 88.85ના સ્તરે જોવાયો હતો. આ વર્ષે 30 જુલાઇએ એક જ દિવસમાં ડોલર સામે રૂપિયામાં 89 પૈસાનો મોટો ઘટાડો થયો હતો, જેનાથી પણ વધુ શુક્રવારે તૂટ્યો હતો.

LEAVE A REPLY