ભારતનું ફોરેક્સ રીઝર્વ તાજેતરમાં 2.29 બિલિયન ડોલર વધીને 698.95 બિલિયન ડોલર પર પહોંચ્યું હતું. આરબીઆઈએ આ ડેટા જાહેર કર્યા હતા. અગાઉના 6 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રીઝર્વ 5.17 બિલિયન ડોલર ઘટીને 696.65 બિલિયન ડોલર થયું હતું. 13 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ 1.739 બિલિયન ડોલર વધીને 589.426 બિલિયન ડોલર થઈ હતી. ગોલ્ડ રીઝર્વ 42.8 કરોડ ડોલર વધીને 86.316 બિલિયન ડોલર થયું હતું. સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ 8.5 કરોડ ડોલર વધીને 18.756 બિલિયન ડોલર થયા હતા. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) સમક્ષ ભારતનું રીઝર્વ 4.3 કરોડ ડોલર વધીને 4.452 બિલિયન ડોલર થયું હતું.

LEAVE A REPLY