ભારતનું ફોરેક્સ રીઝર્વ ફરીથી એકવાર 700 બિલિયર ડોલરને પાર થઈ ગયું છે. 27 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રીઝર્વ 4.84 બિલિયન ડોલર વધીને 702.78 બિલિયન ડોલર પર પહોંચ્યું હતું. આરબીઆઈએ શુક્રવારે આ ડેટા જાહેર કર્યા હતા. અગાઉ સપ્ટેમ્બર-2024માં ફોરેન રીઝર્વ 704.885 બિલિયન ડોલર થયું હતું. આમ, એક વર્ષના ગાળામાં ફરી તે 700 બિલિયન ડોલરને પાર કરી ગયું છે. અગાઉના 20 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રીઝર્વ 1.01 બિલિયન ડોલર ઘટીને 697.93 બિલિયન ડોલર થયું હતું.
27 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ 35.7 કરોડ ડોલર ઘટીને 589.06 બિલિયન ડોલર થઈ હતી. ફોરેન કરન્સી એસેટ્સ(FCA)માં અમેરિકન ડોલર સિવાયની કરન્સી જેમ કે યુરો, પાઉન્ડ અને યેનમાં થતી વધ-ઘટની થતી અસરનો સમાવેશ થાય છે.
ગોલ્ડ રીઝર્વ 1.23 બિલિયન ડોલર ઘટીને 84.5 બિલિયન ડોલર થયું હતું. સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ 15.8 કરોડ ડોલર વધીને 18.83 બિલિયન ડોલર થયા હતા. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સમક્ષ ભારતનું રીઝર્વ 17.6 કરોડ ડોલર વધીને 4.62 બિલિયન ડોલર થયું હતું.

LEAVE A REPLY