પાકિસ્તાનના રખેવાળ વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરે (Photo by Michael M. Santiago/Getty Images)

પાકિસ્તાનના રખેવાળ વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં વિધાનસભાના વિશેષ સત્રને સંબોધતા જણાવ્યું હતું કે કલમ 370 અંગે ભારતીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય રાજકારણ પ્રેરિત છે. અમે કાશ્મીરના લોકો માટે નૈતિક, રાજકીય અને રાજદ્વારી સમર્થન ચાલુ રાખીશું. ઘરેલું કાયદાઓ અને ન્યાયિક નિર્ણયો મારફત ભારત પોતાની ફરજમાંથી મુક્ત થઈ શકતું નથી.

તેમણે જણાવ્યું હતું કે  કાશ્મીર પાકિસ્તાનની રગે રગમાં છે. કાશ્મીર વગર પાકિસ્તાન શબ્દ જ અધૂરો છે. પાકિસ્તાન અને કાશ્મીરના લોકો વચ્ચે એક ખાસ સંબંધ છે. રાજકારણને બાજુ પર રાખીને આખું પાકિસ્તાન સમર્થન આપે છે કે કાશ્મીરીઓને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે.

કાશ્મીર રાગ ઓલોપતા તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની વિદેશ નીતિમાં જમ્મુ-કાશ્મીર પણ એક મહત્વપૂર્ણ પાસું છે. ભારતની સર્વોચ્ચ અદાલતનો નિર્ણય કાયદા પર આધારિત નથી પરંતુ માત્ર રાજકારણ પર આધારિત છે. કાશ્મીર  મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર (UN નો સૌથી જૂનો વણઉકેલાયેલ મુદ્દો છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના ઠરાવોનો પણ અહીં અમલ કરવામાં આવ્યો નથી. પાડોશી દેશ હોવાના નાતે પાકિસ્તાન ભારત સાથે સારા સંબંધો ઈચ્છતું હતું, પરંતુ 2019માં ભારત સરકાર દ્વારા કાશ્મીરમાં લેવામાં આવેલા એકતરફી નિર્ણયોને કારણે હવે વાતાવરણ બગડ્યું છે. તેને ઠીક કરવાની જવાબદારી માત્ર ભારતની છે.

ઉલ્લેખનીય છે કે 11 ડિસેમ્બરે ભારતની સુપ્રીમ કોર્ટે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દા પર સુનાવણી કરતી વખતે સરકારના નિર્ણયને યથાવત રાખ્યો હતો. SCએ કહ્યું હતું કે કલમ 370 અસ્થાયી છે. જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

 

LEAVE A REPLY

nine + 10 =