ઝારખંડના રાંચી એરપોર્ટ પર 7મી માર્ચે એક દિવ્યાંગ બાળકને વિમાનમાં બેસવાની મંજૂરી આપવામાં આવી નહતી. આ મામલામાં ડીજીસીએ દ્વારા રચિત તપાસ સમિતિએ સોમવારે પ્રથમ દ્રષ્ટિએ ઈન્ડિગોના કર્મચારીને નિયમોનો ભંગ કરવા બદલ દોષિત માન્યો છે, ત્યારબાદ એરલાઈન્સ કંપનીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

કંપનીએ 26 મે,2022થી 10 દિવસની અંદર લેખિત રજૂઆત કરવાની રહેશે, આ રજૂઆત સાંભળ્યા બાદ કાયદા મુજબ ઉચિત કાર્યવાહી કરાશે.એરલાઈન્સ કંપનીએ 9મી મેએ કહ્યું હતું કે બાળકને એટલા માટે વિમાનમાં મુસાફરી કરવા દીધી નહતી, કારણ કે એ બાળક સ્પષ્ટ રૂપે ગભરાયેલું હતું. અહીંયા નોંધવું રહ્યું કે રાંચીથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બાળકને બેસવાની મંજૂરી આપવામાં આવી નહીં, ત્યારબાદ બાળકના માતા-પિતાએ પણ વિમાનમાં નહીં બેસવાનો નિર્ણય કર્યો હતો. સમિતિની તપાસમાં એક નિષ્કર્ષ નીકળ્યો કે ઈન્ડિગોના કર્મચારીનું મુસાફરો સાથે યોગ્ય વર્તણૂક નહતી અને આ રીતે તેમણે લાગુ નિયમો મુજબ કામ કર્યું નહીં.