
ઇસ્ટ ઇંગ્લેન્ડના ડોનકાસ્ટરથી લંડનના કિંગ્સ ક્રોસ સ્ટેશન તરફ જતી ટ્રેનમાં શનિવારની રાત્રે છરાથી થયેલા હુમલમાં ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આમાંથી 9ની હાલત ગંભીર હતી. છરાબાજી બાદ ટ્રેનને કેમ્બ્રિજશાયરના હંટિંગ્ડન સ્ટેશન પર રોકવાની ફરજ પડી હતી. પોલીસે આ માસ સ્ટેબિંગની તપાસ ચાલુ કરી હતી અને બે લોકોની ધરપકડ કરી હતી.
પોલિસે જણાવ્યું હતું કે 10 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં, જેમાંથી નવને જીવલેણ ઇજાઓ થઈ હોવાનું માનવામાં આવે છે. આતંકવાદ વિરોધી અધિકારીઓ તપાસમાં મદદ કરી રહ્યા છે, જોકે શંકાસ્પદોનો હેતુ અને ઓળખ હજુ સુધી જાણી શકાઈ નથી.
આ ઘટનાના પ્રત્યક્ષદર્શી ઓલી ફોસ્ટરે બીબીસીને જણાવ્યું કે તેમણે મુસાફરોને એવી બૂમો પાડતા સાંભળ્યા હતા કે “દોડો, દોડો, એક વ્યક્તિ ખરેખર બધાને છરી મારી રહ્યો છે અને શરૂઆતમાં તેમને લાગ્યું કે તે હેલોવીન મજાક હશે. તેમનો હાથ લોહીથી લથપથ થયો હતો.
અન્ય સાક્ષીઓએ સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે ટ્રેન રોકાયા પછી તેમણે પ્લેટફોર્મ પર એક માણસને મોટા છરા સાથે જોયો હતો. પોલીસે બાદમાં તે માણસની કાબુમાં લીધો હતો.
સરકારી ડેટા અનુસાર, 2011થી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં છરીના ગુનામાં વધારો થયો છે. કડક બંદૂક નિયંત્રણ કાયદા હોવા છતાં, સ્ટાર્મરે આ સમસ્યાને “રાષ્ટ્રીય કટોકટી” ગણાવી છે, અને તેમની સરકારે છરી સંબંધિત ગુનાઓ ઘટાડવા માટે પગલાં લીધાં છે.ગૃહ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે આગામી દાયકામાં છરીના ગુનાને અડધો કરવાના પ્રયાસોના ભાગ રૂપે લગભગ 60,000 છરીઓ “જપ્ત કરવામાં આવી છે અથવા આત્મસમર્પણ” કરવામાં આવી છે.
(













