પત્ની ઉષાના ધર્માંતરણ પરની ટીપ્પણીઓની આકરી ટીકા થયા પછી અમેરિકાના પ્રેસિડન્ટ જે ડી વાન્સે સ્પષ્ટતા કરી હતી કે તે ખ્રિસ્તી નથી અને ધર્મ પરિવર્તન કરવાની યોજના નથી. સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં વાન્સે તેમની ટીકાઓને ઘૃણાસ્પદ” ગણાવીને કહ્યું હતું કે ભલે તેમણે તેમના આંતરધાર્મિક લગ્ન અંગેના પ્રશ્નને વ્યક્તિગત ગણાવ્યો હોય, પરંતુ તેઓ તેને જાહેર વ્યક્તિ તરીકે ટાળવાના નથી.
અગાઉ આ રિપબ્લિકન નેતાએ કહ્યું હતું કે જો તેમની ભારતીય મૂળની હિન્દુ તરીકે ઉછેરેલી પત્ની ખ્રિસ્તી ધર્મ અપનાવે તો તેમને ગમશે. તે તેમની અને તેમના બાળકો સાથે ચર્ચમાં આવે છે, કારણ કે તેમનો ઉછેર ખ્રિસ્તી તરીકે થઈ રહ્યો છે.
વાન્સે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ઉષા તેમનાં બાળકોને લઈને ચર્ચમાં તો જાય જ છે, કારણ કે બાળકોને ખ્રિસ્તી તરીકે હું ઉછેરવા માગું છું, પરંતુ ઉષાએ પોતે ખ્રિસ્તીધર્મ અંગીકાર કર્યો નથી. તેઓ હિન્દુ જ રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે હું જાહેર જીવનમાં જોડાયેલી એક વ્યક્તિ હોવાથી હું પ્રશ્નને એક બાજુ તો મુકી ન જ શકું તેથી મેં ઉષાનાં ધર્માંતરણ અંગેની સ્પષ્ટતા કરવી પડી છે.
મિસીસીપીમાં બુધવારે યોજાયેલી એક જાહેર સભામાં તેમણે કહ્યું હતું કે, ‘બાઇબલમાં ઘણી સારી વાતો છે તેવું પણ બને કે તેથી આકર્ષાઈ તેઓ ખ્રિસ્તી ધર્મ અપનાવે પણ ખરાં, પરંતુ જો ન અપનાવે તો શું થયું ?’ કશું નહીં, અમે બંને પોતપોતાના ધર્મોને અનુસરીએ છીએ તેથી મારે કોઈ પ્રોબ્લેબ ઉભો થતો નથી. તમારા મિત્રો પણ અન્ય ધર્મને અનુસરતા હોય છે, છતાં તમો તેની સાથે ઘણા સારા સંબંધો રાખો જ છો. ઉષાની બાબતમાં પણ તેમજ છે.














