પહેલગામ આતંકવાદી હુમલા બાબતે પાક્સિતાન પર દબાણ લાવવા માટે ઇનસાઇટ યુકે દ્વારા યુકેમાં રહેતા ભારતીયો તથા ભારતનું સમર્થન કરતા લોકોને પોતાના સ્થાનિક એમપીને પત્ર લખવા વિનંતી કરવામાં આવી છે.

આ ઇમેઇલમાં જણાવાયું છે કે ‘’કાશ્મીરમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 28 નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા. આ હિંસા માત્ર માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન જ નથી, પરંતુ સમુદાયોને વિભાજીત કરવા માટે રચાયેલ છે. હું તમને આદરપૂર્વક આ મુદ્દો સંસદમાં ઉઠાવવા, હુમલાની જાહેરમાં નિંદા કરવા અને પીડિતો પ્રત્યે એકતા વ્યક્ત કરવા; આતંકવાદી નેટવર્કને તોડી પાડવા અને આવા અત્યાચારોને રોકવા માટે ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય પ્રયાસોને સમર્થન આપવા અને આતંકવાદનો સામનો કરવા માટે યુકે અને ભારત વચ્ચે ઊંડા સુરક્ષા સહયોગ માટે હિમાયત કરવા અપીલ કરૂ છું.’’

ફક્ત બે જ મિનીટમાં લખાતા આ ઇમેઇલમાં લોકોને આ લિંક https://campaign.insightuk.org/pahalgam-terror-attack-intergenerational-genocide-of-hindus-write-to-your-mp/ પર ક્લીક કરી પોતાની વિગતો આપવા વિનંતી કરવામાં આવી છે.

લોકોને પોતાના પરિવાર અને મિત્રોને પણ ઇમેઇલ કરવા અને પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરવામાં આવી છે.

LEAVE A REPLY