The ECB raised interest rates by 0.50% despite the banking crisis
યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB)ના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડે REUTERS/Heiko Becker

યુરોપમાં હળવી મંદીના પુરાવા હોવા છતાં યુરોપીયન સેન્ટ્રલ બેંકે ગુરુવાર, 15 જૂને વ્યાજ દરોમાં 0.5 ટકાનો વધારો કર્યો હતો અને આવતા મહિને વધુ એક વધારો કરવાનો સંકેત આપ્યો હતો. ફુગાવાને અંકુશમાં લેવા માટે જુલાઇ પછીથી ECBએ વ્યાજદરમાં સતત આઠ વખત વધારો કર્યો છે. નવા રેટહાઇક સાથે યુરો ઝોનમાં વ્યાજદર વધીને 3.5 ટકા થયા છે, જે મે 2001 પછીથી સૌથી ઊંચા છે.

યુરોપિયન સેન્ટ્રલ બેંકે યુએસ ફેડરલ રિઝર્વથી અલગ વલણ અપનાવ્યું છે. અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં સતત 10 વખત વધારો કર્યા પછી બુધવાર, 14 જૂનની બેઠકમાં રેટહાઇક પર વિરામ મૂક્યો હતો.

જુલાઇમાં વ્યાજદરમાં ફરી વધારોની પ્રબળ સંભાવના વ્યક્ત કરીને ઇસીબીના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડે જણાવ્યું હતું કે છે કે અમે વ્યાજદરમાં વધારા વિરામ લેવાની વિચારણા કરી રહ્યાં નથી. વ્યાજદરને પૂરતા પ્રમાણમાં પ્રતિબંધિત બનાવવા માટે હજુ મજલ કાપવાની છે. ECBએ પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે: “ફૂગાવો નીચે આવી રહ્યો છે, પરંતુ તે ખૂબ લાંબા સમય સુધી ખૂબ ઊંચો રહેવાનો અંદાજ છે.”

યુરોપમાં કન્ઝ્યુમર ફુગાવો મે મહિનામાં 6.1 ટકા રહ્યો હતો, જે યુક્રેન પર રશિયાના આક્રમણ પછીથી સૌથી નીચો છે, પરંતુ તે ઇસીબીના બે ટકાના ટાર્ગેટ કરતાં ઘણો ઊંચો છે. ફુગાવાનું દબાણ ચાલુ રહેવાની ચિંતા છે.

LEAVE A REPLY

3 × two =