A drunk man urinated on a woman on Air India's New York-Delhi flight
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઓમિક્રોન વેરિયન્ટને પગલે વિશ્વમાં કોરોનાના કેસોમાં વધારાને પગલે ભારત સરકારે શિડયુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફલાઇટનો પરનો પ્રતિબંધ ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફલાઇટ ૨૩ માર્ચ, ૨૦૨૦થી બંધ છે.

એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જુલાઇ, ૨૦૨૦થી ભારત અને ૪૦ દેશો વચ્ચે સ્પેશિયલ પેસેન્જર ફલાઇટ એર બબલ એરેન્જમેન્ટ હેઠળ ચલાવવામાં આવી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)એ જણાવ્યું છે કે શિડયુલ્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર સર્વિસ પરનો પ્રતિબંધ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધી લંબાવવામાં આવ્યો છે.

જો કે આ પ્રતિબંધ ઇન્ટરનેશનલ ઓલ કાર્ગો ઓપરેશન અને ડીજીસીએએ મંજૂર કરેલ ફલાઇટને લાગુ પડશે નહીં. એર બબલ એરેન્જમેન્ટ હેઠળ ચલાવવામાં આવતી ફલાઇટને પણ કોઇ અસર થશે નહીં. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખી ડીજીસીએને આંતરરાષ્ટ્રીય ફલાઇટ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. આ અગાઉ એક ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ આંતરરાષ્ટ્રીય ફલાઇટ પરનો પ્રતિબંધ લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી.