ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની બોર્ડર પર બોર્ડર સીક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા એક પાકિસ્તાની ઘૂસણખોરને 23 મે નો રોજ રાત્રે ઠાર મારવામાં આવ્યો હતો. જ્યારે કચ્છમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં એક આરોગ્ય કર્મચારીની ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

શુક્રવારે રાત્રે બનાસકાંઠાની ઇન્ટરનેશનલ બોર્ડરે BSF જવાનોએ એક શંકાસ્પદ પાકિસ્તાનીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરને જોયો હતો. તેને ચેતવણીઓ આપવા છતાં તે આગળ વધતો રહ્યો, જેથી BSFએ ગોળીબાર કરી તેને ઘટનાસ્થળે ઠાર કર્યો. બીજી તરફ, ATSએ કચ્છના દયાપર ચોકડીથી મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર સહદેવસિંહ ગોહિલની જાસૂસીના આરોપસર ધરપકડ કરી હતી. તે દિતી ભારદ્વાજ નામની પાકિસ્તાની PIO (પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન) સાથે વોટ્સએપ દ્વારા સંપર્કમાં હતો. તેના પર BSF અને નેવીના નિર્માણાધિન પ્રોજેક્ટ્સની માહિતી મોકલવાનો આરોપ હતો. ATSને મળેલી બાતમીના આધારે તેને ઝડપી લેવાયો, અને તેની પાસેથી રૂ. 40,000 રોકડા પણ મળ્યા હતા.

જૂન-જુલાઈ 2023થી સહદેવસિંહ પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો, જે ભારતીય નંબરનો ઉપયોગ કરતો હતો. તેના ફોનમાંથી ડિલીટ કરેલા વીડિયોને ફરીથી મેળવવા માટે FSL તપાસ કરી રહી છે. બનાસકાંઠા અને કચ્છની સરહદો રણ અને જળમગ્ન ભૂમિને કારણે વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ છે. ઓપરેશન સિંદૂર બાદ, 22 એપ્રિલ, 2025ના પહલગામ આતંકવાદી હુમલાને પગલે BSFએ ત્યાં સર્વેલન્સ વધાર્યું છે.

LEAVE A REPLY