પ્રતિક તસવીર

ઇસ્લામોફોબિયા ડે પર યુએન એક્શનની પૂર્વસંધ્યાએ ઇસ્લામોફોબિયા મોનિટરિંગ જૂથ ‘ટેલ મામા’ના નવા આંકડા બતાવે છે કે તાજેતરના મહિનાઓમાં મુસ્લિમ વિરોધી નફરતની ઘટનાઓ ત્રણ ગણી વધી છે.

7મી ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ પર હમાસના હુમલાથી લઇને 7મી માર્ચ વચ્ચેના મહિનાઓમાં કુલ ઘટનાઓ વધીને 2,247 (1,001 ઑફલાઇન, 1,246 ઑનલાઇન) થઈ ગઈ છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં 721 ઘટનાઓ બની હતી. 65 ટકા કેસોમાં દુર્વ્યવહારનું લક્ષ્ય સ્ત્રીઓ હતી અને હજુ રિપોર્ટિંગનું રેકોર્ડ સ્તર ચાલુ રહ્યું છે અને ક્રિસમસથી તે સ્તર વધ્યું છે.

નોંધાયેલી ઘટનાઓમાં જાહેર સ્થળોએ મુસ્લિમો પ્રત્યે ઉત્પીડન, દુર્વ્યવહાર અને મૃત્યુની ધમકીઓ અને મુસ્લિમ વિરોધી ભાષા અને ટ્રોપ્સનો અમાનવીય ઉપયોગ, સમુદાયોને આતંકવાદ અને હિંસા સાથે સમાન બનાવવાનો સમાવેશ થાય છે.

ગુરુવાર 14 માર્ચના રોજ લંડનમાં યોજાયેલી એક આંતરધર્મી ઇફ્તારમાં મુસ્લિમો ઉપરાંત ખ્રિસ્તીઓ, યહૂદીઓ, હિંદુઓ અને બૌદ્ધોને સંયુક્ત રાષ્ટ્રના ઇસ્લામોફોબિયા દિવસ નિમિત્તે એકસાથે લવાયા હતા. આ કાર્યક્રમમાં ક્રાઈસ્ટચર્ચ હુમલામાં માર્યા ગયેલા દરેક વ્યક્તિના ફોટોગ્રાફ્સ અને તેમના જીવનની યાદમાં 51 ગુલાબ સહિતનું પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું. એક ક્ષણ માટે મૌન પાળી સૌએ મૃતકોને શ્રધ્ધાંજલિ આપી હતી.

LEAVE A REPLY

nineteen − 3 =