Double murder in Ilford, Killers used fireworks to cover up triple shooting
પ્રતિક તસવીર

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના હમાસ ગૃપ વચ્ચે થઇ રહેલી અથડામણો બાબતે સેન્ટ્રલ લંડનમાં શનિવાર, તા. 15 મેના રોજ કેન્સિંગ્ટનમાં આવેલી ઇઝરાયેલી એમ્બેસીની બહાર થઇ રહેલ વિરોધ પ્રદર્શન દરમિયાન તોફાને ચઢેલ ભીડને વિખેરવાનું કામ કરી રહેલા નવ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.

મોટાભાગે દિવસ દરમિયાન શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન થયા બાદ કેટલાક પોક્ટેસમાં પોલીસ પર મિસાઇલો ફેંકવામાં આવી હતી. હિંસક અવ્યવસ્થાની શંકાના આધારે નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હેલ્થ પ્રોટેક્શન રેગ્યુલેશનનો ભંગ કરવાની શંકાના આધારે વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ હાલ કસ્ટડીમાં છે.

પોલિસીંગ ઑપરેશનના ઇનચાર્જ સુપ્રિટેન્ડન્ટ જો એડવર્ડ્સે જણાવ્યું હતું કે: “અમે ફરી એકવાર મિસાઇલોથી પોલીસ પર હુમલો કરાયો હોવાનું જોયું છે અને આના પરિણામે ઘણાને ઈજાઓ પહોંચી હતી. આ તદ્દન અસ્વીકાર્ય છે અને હું તે અધિકારીઓ ઝડપથી રીકવર થાય તેમ ઇચ્છુ છું. પોલીસે આખો દિવસ, અધિકારીઓએ દેખાવો કરવા એકઠા થયેલા લોકો સાથે એન્ગેજ થવાની કોશિશ કરી હતી અને આ જાહેર આરોગ્ય સંકટ દરમિયાન પોતાને અને અન્ય લોકોને બચાવવા માટે તેમને વિખેરાઇ જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પરંતુ તે અભિગમ કારગત નહિં થતા પોલીસ અધિકારીઓએ એન્ફોર્સમેન્ટ એક્શન લેવા પડ્યા હતા.”