ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)નું 2026ના વર્ષનું પ્રથમ પ્રથમ ઇસરો PSLV C62 મિશન નિષ્ફળ રહ્યું હતું. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV રોકેટ મારફત એક આધુનિક પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-N1 સહિત 16 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવાનુ હતું, પરંતુ તેમાં એક વિસંગતતાનો સામનો કરવો પડ્યો હતો.
અવકાશ એજન્સીના ચેરમેન વી નારાયણને જણાવ્યું હતું કે ફ્લાઇટના ત્રીજા તબક્કા દરમિયાન રોકેટને ઇચ્છિત ઊંચાઈ પર ધકેલવા માટે સ્ટ્રેપ-ઓન મોટર્સ થ્રસ્ટ આપી રહી હતી ત્યારે રોકેટમાં ખલેલ પડી હતી અને ઉડાન માર્ગથી વિચલિત થયું હતું. ઇસરોના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપગ્રહોને નિર્ધારિત ભ્રમણકક્ષામાં મૂકવાનું મિશન સફળ થઈ શક્યું નહીં અને તમામ 16 ઉપગ્રહો અવકાશમાં ખોવાઈ ગયા હતાં. ત્રીજા તબક્કા દરમિયાન પીએસએલવી રોકેટ મિશનની સતત આ બીજા નિષ્ફળતા હતી. EOS-N1 ઉપરાંત PSLV રોકેટ મારફત યુરોપના એક ડેમોન્સ્ટ્રેટર સેટેલાઇટ તથા ભારત અને વિદેશી એજન્સીના બીજા 16 સેટેલાઇટનું પ્રક્ષેપણ થવાનું હતું.












