ભારતીય હિન્દુત્વ એક્ટીવીસ્ટ, વકીલ અને લેખક જે. સાંઈ દીપક યુકે પ્રવાસ પર આવી રહ્યા છે ત્યારે તા. 31 મે, શનિવારથી તા. 8 જૂન, રવિવાર દરમિયાન યુકેભરમાં તેમના પ્રવચનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
લેસ્ટર ખાતે તા. 31 મે ના રોજ બપોરે 4-30થી 7 દરમિયાન તેઓ ‘’ડીકોડીંગ હિન્દુત્વ: ટ્રુથ બીયોન્ડ ધ હેડલાઇન્સ’’ વિષય પર પ્રવચન આપશે. લંડન ખાતે શનિવાર, 7 જૂન 2025ના રોજ બપોરે 12થી 4 દરમિયાન ફંડરેઝર લંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્ડિફ ખાતે રવિવાર, 8 જૂનના રોજ સવારે 11થી બપોરે 1 દરમિયાન ‘’અંડરસ્ટેન્ડીંગ હિન્દુત્વ: મેસેજીસ વર્સીસ મીથ’’ વિષય પર પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રવિવાર તા. 1 જૂનના રોજ માન્ચેસ્ટર; તા. 2 જૂનના રોજ નેહરુ સેન્ટર, લંડન; મંગળવાર તા. 3 જૂનના રોજ કેમ્બ્રિજ; બુધવાર તા. 4 જૂનના રોજ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, લંડન; ગુરુવાર તા. 5 જૂનના રોજ ઓક્સફર્ડ; શુક્રવાર તા. 6 જૂનના રોજ વોરિક; શનિવાર તા. 7 જૂનના રોજ નોર્થ લંડન અને સોમવાર તા. 9 જૂનના રોજ યુ.કે. પાર્લામેન્ટ ખાતે પ્રવચન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે સાઈ દીપક ભારતના સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટમાં એક પ્રતિષ્ઠિત વરિષ્ઠ વકીલ (યુકેમાં કિંગ્સ કાઉન્સેલ સમકક્ષ) છે. નોંધણી કરવા માટે ઇમેઇલ સંપર્ક: [email protected]
