Jagjivan Chan died

મિડલસેક્સમાંથી તાજેતરમાં જ ગણિતના સ્નાતક તરીક ફર્સ્ટ ક્લાસ ઓનર્સની ડીગ્રી મેળવનાર મોટરસાયકલ સવાર જગજીવન ચનાનું એક અથડામણમાં કરૂણ મોત થયું હતું.

સ્ટેપલફોર્ડ ટાવની ગામમાં પાસિંગફોર્ડ બ્રિજ પાસે, ટાવની લેનમાં લગભગ 1.30 વાગ્યે જવી તરીકે ઓળખાતા ચના મોટરસાયકલ સવારોના એક જૂથ સાથે મુસાફરી કરતા હતા ત્યારે એક કાર સાથે અકસ્માત થયો હતો. પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ “માથાની ઇજાઓ અને આંતરિક ઇજાઓ સાથે બહુ બધા હાડકાં ભાગી જવાના કારણને જવાબદાર ગણાવાયું હતું.”

તેના પરિવારે જણાવ્યું હતું કે “તેમનું જીવન પ્રેમ, હાસ્ય અને જીવનથી ભરપૂર હતું. તે કોઈપણ પરિવારનો જીવન અને આત્મા હતો. તે ખૂબ જ હોંશિયાર અને તેજસ્વી હતો. મૃત્યુ પહેલાં તેને એનાલિટિક્સમાં કામ મળ્યું હતું.

LEAVE A REPLY

9 − 1 =