Jail for Simarjit Singh who gave driving test instead of others
પ્રતિક તસવીર

લર્નર ડ્રાઇવરોના બદલે થીયરી ટેસ્ટ આપવાના 26 આરોપોની કબૂલાત કરનાર સેલન ગાર્ડન્સ, હેયસના 25 વર્ષીય સિમરજીત સિંઘને 13 એપ્રિલના રોજ વુસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા 33 મહિનાની જેલ કરવામાં આવી છે. જો કે તેણે 6 ઓગસ્ટ, 2020ના રોજ વોટફોર્ડના એક સહિત 53માંથી 27 આરોપોને નકારી કાઢ્યા હતા.

સિમરજીત સિંઘ પર એક આરોપ એવો છે કે વોટફોર્ડ થિયરી ટેસ્ટ સેન્ટરમાં તે બીજી વ્યક્તિના પ્રોવિઝનલ લાઇસન્સ સાથે પરિક્ષા પવા ગયો હતો. તેના પર 2019 અને 2021 ની વચ્ચે દેશભરના અન્ય ટેસ્ટ સેન્ટર્સમાં ખોટી રજૂઆત દ્વારા છેતરપિંડી કરવાનો આરોપ મૂકાયો હતો. જેમાંના કેટલાક તેણે સ્વીકાર્યા હતા.

LEAVE A REPLY

4 × four =