Strong earthquake of 6.9 in Taiwan, tsunami alert in Japan
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

જામનગર ગુરુવારે સાંજે 7.15 વાગ્યે ભૂંકપનો જોરદાર આંચકો ભયનો માહોલ સર્જાયો હતો, જોકે કોઇ નુકસાન કે જાનહાનીના અહેવાલ મળ્યા ન હતા. ભુકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

સિસ્મોલોજી વિભાગમાં ભૂકંપની તીવ્રતા 4.3 રિકટર સ્કેલની નોંધવામા આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 14 કિલોમીટર દૂર નોંધવામા આવ્યું હતું. લાંબા સમય બાદ 4ની તીવ્રતાનો આંચકો આવતા શહેરીજનોમાં થોડી વાર માટે ડરનો માહોલ છવાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

જિલ્લાના કાલાવાડ, ધ્રોલ, જોડિયા અને લાલપુર તાલુકાના લોકોએ પણ આંચકાનો અનુભવ કર્યો હતો. જો કે, ગ્રામ્ય વિસ્તારમાં પણ ભૂકંપના આંચકાના કારણે હજી સુધી કોઈ નુકસાનીના સમાચાર મળ્યા નથી.