કોરોના વાયરસની ઝપટમાં આવ્યા બાદ છેલ્લા અનેક દિવસોથી જાપાનના તટ પર ઉભેલા ક્રુઝ શિપ ડાયમંડ પ્રિન્સેસમાં ફસાયેલા 119 ભારતીયોને એરલિફટ કરીને ભારત લાવવામાં આવ્યા છે, એર ઈન્ડિયાની એક સ્પેશ્યલ ફલાઈટથી આ ભારતીયો અને 5 વિદેશી નાગરિકોને આજે સવારે દિલ્હી લાવવામાં આવ્યા હતા જે પાંચ વિદેશીઓ છે. તે શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરુના છે, જયારે ઈન્ડિયન એરફોર્સનું એક વિમાન ચીનના વુહાન શહેરથી 112 ભારતીયો અને વિદેશીઓને લઈને આવી રહ્યું છે. ક્રુઝ પર કુલ 3711 લોકો સવાર હતા જેમાં 138 ભારતીય હતા. ભારતીયોમાં 132 તો ચાલકદળના સભ્ય હતા અને બાકી 6 યાત્રી હતા. બાકી ભારતીયોનો જાપાનમાં જ ઈલાજ ચાલી રહ્યો છે.