(REUTERS/Clodagh Kilcoyne/File Photo)

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ટુંક સમયમાં જ અંતરિક્ષના પ્રવાસે જઇ રહ્યા છે. બ્લ્યૂ ઓરિજિન નામની એક સ્પેસ કંપનીની માલિકી ધરાવાત જેફ બેઝોસે તાજેતરમાં જ એવી જાહેરાત કરી છે કે તેઓ આગામી 20 જુલાઈએ તેમના ભાઈ સાથે અંતરિક્ષમાં જવા  માટે રવાના થશે.

જેફ બેઝોસનાં જણાવ્યા અનુસાર, તેઓ તેમની કંપની દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવનારી પહેલી સ્પેસ ફ્લાઇટનો હિસ્સો બનશે. એમેઝોનનાં સીઈઓનું પદ છોડ્યાના માત્ર 15 દિવસ બાદ જ બેઝોસ અંતરિક્ષમાં જવા માટે રવાના થશે.

બેઝોસે તેમની ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, ‘મેં પાંચ વર્ષની વયે સ્પેસમાં ટ્રાવેલ કરવાનું સપનું જોયું હતું’. બેઝોસ અંતરિક્ષમાં જનારા વિશ્વના પ્રથમ બિલિયોનેર હશે. આ જાહેરાત પણ એકદમ આશ્ચર્યજનક છે, કારણ કે સામાન્ય રીતે ટેસ્લાના સ્થાપક એલોન મસ્ક અવારનવાર અંતરિક્ષમાં અને મંગળ પર જવાની વાત કરે છે. પરંતુ હવે બેઝોસે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.