અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન (REUTERS/Kevin Lamarque)

80 વર્ષના અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાઇડેન લાંબા સમયથી પડદા પાછળ અને જાહેરમાં ગુસ્સો દર્શાવવા માટે જાણીતા છે. તેઓ વાત વાતમાં ‘ફ*’ બોલે છે અને વ્હાઇટ હાઉસના કેટલાક કર્મચારીઓ તો તેમને મળવું હોય તો કોઇને સાથે લઇ જાય છે. હાલનો વ્હાઇટ હાઉસ સ્ટાફ કહે છે કે તેઓ ગાળો બોલવામાં અને બૂમો પાડવામાં ઉતાવળ કરે છે.

રાષ્ટ્રપતિનો ગુસ્સો કોઈ નવી વાત નથી. બિલ ક્લિન્ટન વિસ્ફોટ કરવા માટે જાણીતા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસના વકીલો પર ચીસો પાડી હતી, પરંતુ બાઇડેને ઓફિસમાં તેમના પ્રથમ દિવસે જ કર્મચારીઓને જાહેરમાં ચેતવણી આપી હતી કે જો તેઓ સાથીદારો સાથે “અનાદર” કરશે તો તેઓ “તેમને સ્થળ પર જ કાઢી મૂકશે”.

બાઇડેન પોતાના ગુસ્સા માટે કેટલીકવાર તેમના આઇરિશ મૂળ પર દોષારોપણ કરે છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમણે ફોક્સ ન્યૂઝના રિપોર્ટર પીટર ડૂસીને “કૂતરીનો મૂર્ખ પુત્ર” કહ્યા હતા. તો તેમણે એક ફોન કોલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ઊંચા અવાજે કહી દીધું હતું કે ‘’અમેરિકન લોકો ઉદાર છે, વહીવટીતંત્ર યુક્રેનને મદદ કરવા સખત મહેનત કરી રહ્યું છે અને ઝેલેન્સકી વધુ કૃતજ્ઞતા દર્શાવી શકે છે.’’

LEAVE A REPLY

fifteen − two =