(Photo: WEST MIDLANDS POLICE)

લાફબરોમાં બટરલી ડ્રાઇવ ખાતે રહેતા હિટ-એન્ડ-રન ડ્રાઇવર નિશાબેન મિસ્ત્રીએ પોતાની કારને ઝાડીમાં અથડાવ્યા બાદ 69 વર્ષીય રાહદારીનું ટક્કર મારી મોત નિપજાવ્યું હતું. પરંતુ પોલીસ તપાસના નિષ્કર્ષ બાદ નિશાબેન મિસ્ત્રીની જેલ ટાળી હતી. નિશાબેન પર આરોપ છે કે તેમણે કઇ રીતે બચી શકાય તે જાણવા માટે રસ્તા પર જ ઇન્ટરનેટ પર શોધ કરી હતી.

ગયા વર્ષે 15 ડિસેમ્બર, ગુરુવારે વેસ્ટ મિડલેન્ડ્સમાં ડડલી નજીક કોસેલીમાં હાવેકર લેનમાં BMW 1 સિરીઝ કાર ચલાવી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. તેઓ માનતા હતા કે તેણીએ માત્ર ઝાડીમાં જ કાર ટકરાવી છે અને તેઓ ઘરે જતા રહ્યા હતા. પરંતુ ઘટના સ્થળે પોલીસ દેખાતા તેઓ ઘટનાસ્થળે ચાલતા પરત થયા હતા. ઇમરજન્સી સર્વિસીઝના લોકોને જોયા છતાં તેઓ માનતા હતા કે તેમને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી.

પરંતુ બાદમાં, વેસ્ટ મિડલેન્ડ પોલીસે નિશાબેન મિસ્ત્રીની ધરપકડ કરી હતી. તેમના ફોનની તપાસ કરાતા સંખ્યાબંધ ઇન્ટરનેટ સર્ચીસનો પર્દાફાશ થયો જેમાં ‘હિટ-એન્ડ-રન’થી બચવા શું કરવું? લાઇસન્સ પ્લેટો દ્વારા મળી આવેલ ‘હિટ-એન્ડ-રન ડ્રાઇવરોનું શું થાય છે? , ‘પોલીસ હિટ-એન્ડ-રન પ્રોસિજર UK’, ‘શું મોટા ભાગના હિટ એન્ડ અન ડ્રાઇવરો પકડાય છે?’.

વેસ્ટ મિડલેન્ડ પોલીસના વિશેષજ્ઞ ઇન્વેસ્ટીગેટર્સે અકસ્માતનું રીકન્સ્ટ્રક્શન હાથ ધરતાં જણાયું હતું કે નિશા મિસ્ત્રી પાસે રાહદારીને અથડાતા પહેલા પ્રતિક્રિયા આપવા માટે માત્ર એક સેકન્ડનો સમય હતો. તપાસ ટીમને તેણીની બેદરકારી અથવા જોખમી ડ્રાઇવિંગના આરોપને સમર્થન આપતા કોઈ પુરાવા મળ્યા ન હતા.

તેની પર ‘અથડામણના સ્થળે રોકવામાં નિષ્ફળતા’ના ગુનાનો આરોપ મૂકાયો હતો. જે બદલ બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થતા 17 અઠવાડિયાની જેલ, 240 કલાક અવેતન કામ પૂર્ણ કરવાની સજા કરી 12 મહિના માટે ડ્રાઇવિંગ કરવા પર અયોગ્ય ઠેરવવામાં આવી હતી. તેની જેલ સજા બે વર્ષ માટે સસ્પેન્ડ કરાઇ હતી.

LEAVE A REPLY

4 × two =