બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ગુજરાતમાં જેસીબીની નવી ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તે સમયની ફાઇલ તસવીર Ben Stansall/Pool via REUTERS

ભારતમાં હિંસાગ્રસ્ત વિસ્તારમાં તોફાનીની તત્વોની મિલકતો પર બુઝડોઝર ફેરવી દેવાના વિવાદ વચ્ચે ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને 21 એપ્રિલે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે બ્રિટનની હેવી ઇક્વિપમેન્ટ કંપની જેસીબીની નવી ફેક્ટરીનું ઉદ્ધઘાટન કર્યું હતું. અહીં ફેક્ટરી સંકુલનું નિરક્ષણ કરતી વખતે બોરિસ જોન્સન અચાનક ફેક્ટરીમાં રાખવામાં આવેલા એક બુઝડોઝર પર ચડી ગયા હતા અને મીડિયાનું અભિવાદન કર્યું હતું. તેઓ થોડા સમય માટે બુલડોઝરમાં રહ્યાં હતા અને પછી ઊભા થયા હતા. જોન્સનની હરકત પર સૌનું ધ્યાન બન્યું હતું અને તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. તેનું કારણ એ છે કે હાલમાં ભારતમાં અનેક રાજ્યોમાં અસામાજિક તત્વોની સંપત્તિ પર બુઝડોઝર ફરી રહ્યાં છે.

દિલ્હીના જહાંગીરપુરીમાં તોફાની તત્વોના મકાનો પર બુઝડોઝર ફેરવવામાં આવ્યાના એક દિવસ પછી ગુજરાતમાં જેસીબીના ફેક્ટરીનું ઉદ્ધઘાટન કરવા બદલ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનની એમ્નેસ્ટી ઇન્ડિયાએ આકરી ટીકા કરી હતી અને જોન્સનને અજ્ઞાની ગણાવ્યા હતા. એમ્નેસ્ટી ઇન્ડિયાએ જણાવ્યું હતું કે દિલ્હીની ઘટના અંગે જોન્સનનું મૌન આઘાતનજક છે.

ભારતની મુલાકાતે આવેલા જોન્સને ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે હેવી ઇક્વિપમેન્ટ કંપની જેસીબી ફેક્ટરીનું ઉદ્ધઘાટન કર્યું હતું. આના એક દિવસ પહેલા દિલ્હીના હિંસાગ્રસ્ત જહાંગીરપુરીમાં સત્તાવાળાએ તોફાની તત્વોના મકાનો અને દુકાનો પર બુઝડોઝર ફેરવી દીધું હતું.

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા એમ્નેસ્ટી ઇન્ડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે યુકે સરકાર મૂકપ્રેક્ષક બની શકે નહીં. સરકારે મંત્રણામાં માનવાધિકારનો મુદ્દો ઉઠાવવો જોઇએ. ભારત ન્યાય માટે વધુ એક દિવસની રાહ જોઇ શકે છે. સુપ્રીમ ક્રોટન આદેશ હોવા છતાં જહાંગીરપુરીમાં બુલડોઝર ચાલુ રહ્યું હતું. જહાંગીરપુરીના નિવાસીઓને પોતાનો માલસામન બચાવવાની પણ તક આપવામાં આવી ન હતી.