અમેરિકામાં પ્રેસિડેન્ટ જો બાઇડેને તાજેતરમાં વિવિધ ચાર ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દેશના બંધારણ અને કાયદાના નિયમને અનુરૂપ ચાર અસાધારણ યોગ્યતા ધરાવતા તેમ જ અનુભવી ન્યાયમૂર્તિઓની પસંદગી કરી હતી. આ ન્યાયમૂર્તિઓમાં ઇન્ડિયન અમેરિકન સંકેત જે. બલસારાનો પણ સમાવેશ થાય છે, તેઓ 2017થી ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્કમાં મેજિસ્ટ્રેટ જજ તરીકે કાર્યરત છે.
બલસારાનો જન્મ બ્રોન્ક્સમાં ઇમિગ્રન્ટ માતા-પિતાને ત્યાં થયો હતો. તેઓ ન્યૂ રોસેલ અને પછી એજમોન્ટમાં રહેતા હતા. બલસારાના માતા-પિતા 50 વર્ષ અગાઉ અમેરિકામાં આવીને વસ્યા હતા. તેમના પિતા ન્યૂયોર્ક સિટીમાં એન્જિનીયર અને માતા નર્સ તરીકે કાર્યરત હતા. સંકેત બલસારાએ હાર્વર્ડ લો સ્કૂલ અને હાર્વર્ડ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ન્યાયમૂર્તિ બલસારાએ જાન્યુઆરી 2017થી મે 2017 દરમિયાન યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં એક્ટિંગ જનરલ કાઉન્સેલ તરીકે કાર્યરત હતા. તેમણે 2015થી એપેલેટ લિટિગેશન એડજ્યુડિકેશન, એન્ડ એન્ફોર્સમેન્ટમાં ડેપ્યુટી જનરલ કાઉન્સેલ તરીકે કામ કર્યું હતું.
વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ, ફેડરલ ન્યાયતંત્રમાં નિમણૂક માટે પ્રેસિડેન્ટ બાઇડેનનો 45મો તબક્કો છે, તેમણે અત્યાર સુધીમાં વિવિધ પદો પર 219 લોકોની પસંદગી કરી હતી. બલસારા તેમની પત્ની ક્રિસ્ટીન ડેલોરેન્ઝો સાથે લોંગ આઇલેન્ડ સિટીમાં વસે છે.

LEAVE A REPLY

16 − 11 =