(Photo by Dan Kitwood/Getty Images)

જુનિયર ડોકટરોના પગારના વિવાદને કારણે એનએચએસના ઇતિહાસમાં સૌથી લાંબી હડતાલ – વોકઆઉટને પગલે દેશની આરોગ્ય સેવાની ‘સિસ્ટમ તૂટી રહી છે.’ તા. 3ને બુધવારથી ઇંગ્લેન્ડમાં છ દિવસની હડતાળ શરૂ થઈ ત્યારથી 1.2 મિલિયનથી વધુ એપોઇન્ટમેન્ટ અને સારવાર રદ કરાઇ છે અથવા તો ફરીથી શેડ્યૂલ કરાઇ છે.

બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA) અને સરકાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો પગારનો વિવાદ આ હડતાળનું કેન્દ્ર છે. માર્ચ 2023થી ચાલી રહેલ આ દસનું વોકઆઉટ મંગળવારે સવારે 7 વાગ્યે સમાપ્ત થાય છે. BMA જુનિયર ડોકટરોના પગારમાં 35 ટકાના પગાર વધારા માટે દબાણ કરી રહ્યું છે. જેની સામે સરકાર કહે છે કે તે વધારો પોસાય તેમ નથી.

બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA) જુનિયર ડૉક્ટર્સ કમિટીના સહ-અધ્યક્ષ ડૉ. વિવેક ત્રિવેદીએ બીબીસીને જણાવ્યું કે તેઓ ઈતિહાસની સૌથી લાંબી હડતાળને સમાપ્ત કરવા માટે વાટાઘાટો કરવા તૈયાર છે.

જુનિયર ડોકટરોની રજૂઆત છે કે 2008/9 થી તેમને વેતનમાં ભારે ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. જુનિયર ડોકટરો પણ ઇચ્છે છે કે સરકાર “જીવન ખર્ચ અને ફુગાવા સામે ભવિષ્યમાં કોઈપણ ઘટાડો અટકાવવા માટે સરકાર સાથે એક પદ્ધતિ પર સંમત થાય અને ડૉક્ટર્સ એન્ડ ડેન્ટિસ્ટ્સ રિવ્યુ બોડી (DDRB) માં સુધારો કરે. જેથી જુનિયર ડૉક્ટરોની ભરતી અને જાળવણીને સુરક્ષિત રાખવા માટે સ્વતંત્ર રીતે અને ન્યાયી રીતે પગાર વધારાની ભલામણ કરી શકાય.”

NHS હોસ્પિટલોમાં તેમની સ્પેશ્યાલીસ્ટની તાલીમ લઈ રહેલા લાયકાત ધરાવતા તબીબી સ્નાતકોને જુનિયર ડોકટર કહેવાય છે. જેઓ ઓપરેશન માટે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. તેમને વર્ષોના અનુભવના આધારે સરેરાશ £29,000 અને £40,000ની વચ્ચે પગાર મળે છે, જે એક થી નવ વર્ષની વચ્ચે બદલાઈ શકે છે. આ ડોકટરોનો દાવો છે કે તેમનો NHS પગાર વધારો ફુગાવાને અનુરૂપ નથી. ગયા વર્ષે એપ્રિલમાં સરેરાશ 9 ટકા જુનિયર ડોકટરોને મળેલા સરેરાશ 3 ટકાના પગાર વધારાની ઓફરને નકારી કાઢતા યુકે સરકાર સાથેની વાટાઘાટો ગયા મહિને તૂટી ગઈ હતી.’’

યુકેના હેલ્થ સેક્રેટરી વિક્ટોરિયા એટકિન્સે જણાવ્યું હતું કે ‘’અમે વાટાઘાટોના ટેબલ પર પાછા આવી શકીએ તે પહેલાં જુનિયર ડોકટરોએ તેમની હડતાલ પાછી ખેંચી લેવી જોઈએ. હું તે માટે BMA જુનિયર ડૉક્ટર્સ કમિટીને વિનંતી કરું છું. જાન્યુઆરી સામાન્ય રીતે NHS માટે વર્ષનો સૌથી વ્યસ્ત સમય હોય છે અને આ હડતાલ દેશભરના દર્દીઓ પર ગંભીર અસર કરશે.”

LEAVE A REPLY

3 × four =