Surgeon Bipin Kumar Jha acquitted for sexually assaulting three female students
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામની ચૌદ વરસની એક સગીરા પર ચાર વ્યક્તિએ વારાફરથી સામૂહિક બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે ગેંગરેપ આચરનાર ત્રણ આરોપીઓને પકડી પાડયા છે અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે એક આરોપી સગીર હોવાથી તેની પણ અટકાયત કરી લઇ બાળ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે.

પોલિસ ફરિયાદ મુજબ કાલાવડ તાલુકાના પીપર ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારની 14 વર્ષની પુત્રી વાડીના મકાનમાં એકલી સુતી હતી, જે દરમિયાન ગઈ 20મી તારીખે રાત્રે દારૂના નશામાં ચકચૂર બનેલા મધ્યપ્રદેશના જ વતની એવા ગંજી ગેંગના ચાર સભ્યોએ પોતાની હવસનો શિકાર બનાવી લીધી હતી. જેમાં એક શખ્સ સગીર વયનો હતો. જે ચારેય શખ્સોએ સગીરાની એકલતાનો લાભ લઇ મોઢે ડૂચો દઈ વારાફરથી ગેંગરેપ કર્યો હતો અને ભાગી છૂટયા હતા.
અગાઉ જામનગર શહેર અને ધ્રોલમાં ગેંગરેપની બે ઘટના બની હતી ત્યારે કાલાવડ પંથકમાં ત્રીજી ગેંગરેપની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો હતો.