વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (istockphoto.com)

ગુજરાતમાં દિવાળી પછી કોલેજ અને યુનિવર્સિટીમાં કેમ્પસ એજ્યુકેશન ચાલુ કરવાની સરકાર વિચારણા કરી રહી છે. રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકાર ધોરણ 9થી 12 માટે રેગ્યુલર સ્કૂલ ચાલુ કરવાની વિચારણા કરી રહી છે, તેથી કોલેજ અને યુનિવર્સિટીને અનિશ્ચિત સમયગાળા સુધી બંધ રાખવાનું કોઇ કારણ નથી. કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પુખ્તવયના હોય છે અને તેઓ કોરોના વાઇરસ સામે કેવી સાવચેતી રાખવી તે જાણતા હોય છે. રાજ્યમાં હાલ 2,000 કોલેજ અને 45 યુનિવર્સિટીના આશરે 20 લાખ વિદ્યાર્થીઓ ઓનલાઇન એજ્યુકેશન લઈ રહ્યા છે.