પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગાંધીનગર જિલ્લાના કલોલમાં ભેદી ધડાકો થતાં મંગળવારે વહેલી સવારે બે મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. કલોલમાં આવેલી પંચવટી સોસાયટીમાં ધડાકાભેર બે મકાનો ધરાશાયી થયા હતા. આ ઘટના માટે ઓએનજીસીની ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટ અથવા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા થયા હતા. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા અને સરકારીતંત્ર પણ દોડતું થયું હતું.

આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચીને રાહત કામગીરી ચાલુ થઈ હતી. અચાનક ઘરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા સોસાયટી તથા આસપાસના વિસ્તારના રહીશોમાં ડરનો માહોલ છવાયો છે.

આ દુર્ઘટનાના પ્રાથમિક તબક્કે મળતી માહિતી પ્રમાણે, છે. જોકે સત્તાવાર રીતે આ અંગે કોઇ ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી. મોટા ધડાકો થતા આસપાસના 4 કિમી વિસ્તારમાં રહેતા રહીશો ઘરની બહાર નીકળી ગયા હતા. આ ધડાકાને કારણે બે ધરાશાયી મકાનની આસપાસના મકાનોના બારીના કાચ પણ તૂટી ગયા હતા..