(Photo credit by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

જાણીતા દિગ્દર્શક લવ રંજનએ વરસ પહેલા જ પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી હતી. તેણે કહ્યું હતું કે, તે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરને લઇને એક રોમેન્ટિક કોમેડી બનાવી રહ્યા છે. પરંતુ કોરોના મહામારી તેમજ લોક્ડાઉનના કારણે આ ફિલ્મ અટકી પડી હતી. હવે આ ફિલ્મને લઇને ફરી ચર્ચા શરૂ થઇ ગઇ છે.

સૂત્રની વાત સાચી માનીએ તો આ ફિલ્મનું શૂટિંગ આવતા જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ કરવામાં આવવાનું છે. આ ફિલ્મનુું શૂટિંગ લવ રંજન પોતાના હોમ ટાઉન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કરશે. પહેલા આ ફિલ્મને માર્ચ ૨૦૨૧માં રિલીઝ કરવાની યોજના હતી. દિગ્દર્શકે હવે આગામી રિલીઝ તારીખની કોઇ ઘોષણા કરી નથી. આ પહેલા આ ફિલ્મમાં દીપિકા પદુકોણ કામ કરવાની હતી. આ પછી શ્રદ્ધાને લેવામાં આવતા સ્ક્રિપ્ટમાં થોડા ફેરફાર કરવા પડયા હતા. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ કામ કરતી જોવા મળવાની છે. ગુરુવારે સાંજના રણબીર, શ્રદ્ધા અને ડિમ્પલ લવ રંજનની ઓફિસ પાસે જોવા મળ્યા હતા.