Getty Images)

અભિનેતા-રાજનેતા કમલ હાસને ગલવાન હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહિદ થયાને મુદ્દે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. કમલ હાસને પીએમ મોદીને ચેતવ્યા છે કે, તેઓ લોકો સાથે ભાવનાત્મક રીતે ખેલ કરવાનું બંધ કરે. કમલ હાસને સર્વદળીય બેઠકમાં વડાપ્રધાન મોદીની ટિપ્પણીઓ પર સવાલ ઉઠાવનારા લોકોની ટીકા કરવા મુદ્દે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ હતું કે લદાખમાં ભારતની સરહદમાં ન તો કોઇ ઘૂસ્યુ છે ન તો આપણી કોઇ ચોકી બીજા કોઇ ના કબજામાં છે. મક્કમ નિધિ મૈયમના પ્રમુખે કહ્યુ કે, આ પ્રકારના નિવેદન આપી લોકોની ભાવનાઓ સાથે ખેલ કરવામાં આવી રહ્યો છે. હું પીએમ મોદી અને તેમના સમર્થકોને અપીલ કરુ છું કે તેઓ આવુ કરવાનુ બંધ કરે. કમલ હાસને કહ્યુ કે સવાલ પૂછવા રાષ્ટ્ર વિરોધી નથી. અમે ત્યાં સુધી સવાલ કરીશુ જ્યાં સુધી હકીકત સામે નહીં આવે.

કારણ કે પીએમ મોદીનુ નિવેદન સેના અને વિદેશ મંત્રાલયથી વિરોધાભાસી છે. શુક્રવારે થયેલી સર્વદળીય બેઠક પછી વિપક્ષે સરકારની ટીકા કરતા કહ્યુ હતું કે તેમણે LAC પર સંપૂર્ણ હકીકત સ્પષ્ટ નથી કરી, જેના લીધે ભારતીય જવાનો પર હુમલો કરાયો. કમલ હાસને કહ્યુ કે કેટલીક માહિતીને ગુપ્ત રાખી શકાય છે, પરંતુ સરકારની ફરજ છે કે સંવેદનશીલ સમયમાં દેશને તમામ સ્થિતિથી માહિતગાર કરે.

કમલ હાસને સવાલ કર્યો હતો કે, ગલવાન હિંસાનો અર્થ થાય એ થાય છે રે વડાપ્રધાન અને ચીની રાષ્ટ્રપતિ દ્વારા ગયા વર્ષે ઓક્ટોબરમાં થયેલી બેઠક પછી સરકારે કરેલો રાજનૈતિક સફળતાનો દાવો તદન ખોટો હતો. ચીને આઠ મહિના પછી પીઠ પાછળ ઘા કર્યો, જો આ સરકારની કૂટનીતિનું પરિણામ છે તો આ રણનીતિ નિષ્ફળ રહી.