કમલા હેરિસના માતાના તમિલનાડુના થેલાસેન્દ્રપુરમના વતન હતી. વાઇસ પ્રેસિડન્ટ તરીકે કમલા હેરિસના વિજયથી ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ગામની મહિલાઓએ વિજયની ઉજવણી કરી હતી. REUTERS/Stringer

અમેરિકામાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે કમલા હેરિસના વિજયથી તેમની માતાના તામિલનાડુના તિરુવર જિલ્લામાં આવેલા થુલાસેન્દ્રાપુરમ્ ગામમાં રવિવારે જશ્નનો માહોલ સર્જાયો હતો. ગામમાં લોકોએ ફટાકડા ફોડીને અને મીઠાઇ વહેંચણીને આ જીતની ઉજવણી કરી હતી.

વોશિંગ્ટન ડીસીથી આશરે 4,970 માઇલ દૂર દક્ષિણ ભારતના આ ગામમાં બાળકોના હાથમાં હેરિસના પોસ્ટર હતા. લોકોએ મંદિરમાં જઈને ભગવાનનો આભાર માન્યો હતો. થુલાસેન્દ્રાપુરમમાં મંદિરના પૂજારીએ ભગવાનને દૂધથી સ્નાન કરાવ્યું હતું અને પ્રાર્થના કરી હતી. ઘરે ઘરે રંગોળી બની હતી અને આતશબાજી થઈ હતી.
પૂર્વજોના ગામમાં મહિલાઓએ તેમના અભિવાદન માટે એક ખાસ રંગીન રંગોળી બનાવી હતી અને સંદેશમાં લખવામાં આવ્યું છે, અભિનંદન હો ​​કમલા હેરિસ, અમારા ગામનું ગૌરવ, વનક્કમ અમેરિકા.

કમલા હેરિસ પાંચ વર્ષના હતા ત્યારે આ ગામની મુલાકાત લીધી હતી. ચેન્નાઇના દરિયાકિનારે દાદા સાથે સહેલગા માટે નીકળ્યા તે પ્રસંગને કમલા હેરિસ હજુ વાગોળે છે. અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાર કમલા હેરિસના માતા તમિલનાડુમાં જન્મ્યા હતા. તેમના નાના-નાની પણ તમિલનાડુના ગામમાં રહેતા હતા. આ બંને ગામ – થુલાસેન્થિપુરમ અને પેંગનાડુમાં આગોતરી દિવાળી આવી ગઈ હતી.